History of Vadnagara Nagar Mandal, Gandhinagar
શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગરની સ્થાપના સને ૧૯૭૨માં મુરબ્બીશ્રી બિન્દુભાઇ અંતાણી, સ્વ. શ્રી વિનાયકભાઇ દેસાઇ, સ્વ. શ્રી ભાલચંદ્રભાઇ વસાવડા, સ્વ. શ્રી ધનંજયભાઇ ગૌતમ, શ્રીયુત ભાલચંદ્રભાઇ હાથી વગેરે જ્ઞાતિના સેવાભાવી સદગ્રુહસ્થોના સંન્નિષ્ઠ પ્રયાસ દ્વારા કરવામા આવી. શરુઆતમા શ્રી મંડળની આર્થિક પરિસ્થિતિ સારી કહી શકાય તેમ ન હતી. આવી પરિસ્થિતિમા સ્વ. શ્રી વિનાયકભાઇ દેસાઇ, સ્વ. શ્રી ભાલચંદ્રભાઇ વસાવડા અને શ્રી ઋષિકેશભાઇ વૈશ્નવ વિગેરે જેવા સદગ્રુહસ્થોની તન-મન અને ધનથી સેવા કરવાને લીધે શ્રી મંડળ વર્ષોવર્ષ વિવિધ પ્રવ્રુત્તિઓ દ્વારા ધમધમતું રહ્યુ છે.
છેલ્લા થોડા વર્ષોમાં શ્રી મંડળની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયેલ છે, અને આપણે છેલ્લા દસ વર્ષથી આપણા મંડળનાં હિસાબો ચેરીટી કમિશ્નરમાં જમા કરાવીએ છીએ.
શ્રી મંડળ સ્થાપના સમયથી ધોરણ – ૧૦, ધોરણ -૧૨, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ મેળવી ઉર્તિણ થનાર વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવે છે. તદઉપરાંત, નર્સરી થી ધોરણ – ૪ ના તમામ બાળકો અને ધોરણ -૫ થી ૯ અને ૧૧ ના બાળકોને પ્રથમ અને દ્વિતિય સ્થાન મેળવનાર ને મંડળ તેમજ જ્ઞાતિના દાતાઓ તરફ્થી પુરસ્ક્રુત કરવામાં આવે છે. અને આ પ્રવાહ અવિરતપણે વહ્યા કરે છે.
ભૂતપૂર્વ પ્રમુખો ની યાદી (૧૯૭૨-૨૦૧૭)
Sr. No. | Name of Member | Year | Designation |
---|---|---|---|
1. | Shri Vijaykarbhai Maheta | 1972 | Convener |
2. | Shri Bindubhai V. Antani | 1973 | President |
3. | Shri Jayeshbhai Desai | 1974 | President |
4. | Shri Mrugendra N. Vaishnav | 1975 | President |
5. | Shri Vinayakbhai M. Desai | 1976 – 1979 1981, 1983 – 1984 1986 - 1987 | President |
6. | Shri Rameshbhai Vora | 1980 | President |
7. | Shri Dineshbhai C. Antani | 1982,1992,1993 | President |
8. | Shri (Dr) Bhalchandra H. Hathi | 1985, 1988 | President |
9. | Shri Bhalchandra N. Vasavada | 1989-1991 | President |
10. | Shri Arunbhai H. Buch | 1994-1998 | President |
11. | Shri Himanshubhai B. Vhora | 1999-2003 | President |
12. | Shri Dhruvkumar J. Vaidya | 2004-2005 | President |
13. | Shri Sudhirbhai B. Antani | 2006-2007 | President |
14. | Shri Sudhirbhai D. Desai | 2008-2016 | President |
15. | Shri Praharbhai J.Anjaria | 2017 onwards | President |